Women’s Asia Cup: ભારતીય મહિલા ટીમનો UAE સામે 104 રને વિજય, જેમિમા અને દીપ્તિની અડધી સદી

|

Oct 04, 2022 | 7:06 PM

Women's Asia Cup 2022: 8મી મેચમાં ભારતે UAEને 104 રનથી હરાવ્યું હતું. UAEની ટીમ 20 ઓવરમાં માત્ર 74 રન બનાવી શકી હતી.

1 / 5
મહિલા એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. સિલ્હટમાં રમાયેલી મેચમાં ભારતે UAEની ટીમને 104 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 178 રન બનાવ્યા હતા જેના જવાબમાં UAEની ટીમ માત્ર 74 રન જ બનાવી શકી હતી.

2 / 5
આશ્ચર્યજ ભરી વાત એ છે કે UAEની માત્ર 4 વિકેટ પડી, પરંતુ તેમ છતાં તેના બેટ્સમેનોએ રન બનાવવા માટે સંઘર્ષ કર્યો. UAEની ટીમે 76 બોલમાં એક પણ રન બનાવ્યો ન હતો. મતલબ કે આ ટીમે કુલ 76 ડોટ બોલ રમ્યા.

3 / 5
રેણુકા સિંહે ભારત માટે સૌથી વધુ 18 ડોટ બોલ ફેંક્યા હતા. તેના પછી પૂજા વસ્ત્રાકરે 15 અને સ્નેહ રાણાએ 12 બોલ ડોટ બોલ્ડ કર્યા હતા.

4 / 5
ભારત તરફથી દીપ્તિ શર્મા અને જેમિમા રોડ્રિગ્સે શાનદાર અડધી સદી ફટકારી હતી. દીપ્તિએ 49 બોલમાં 64 રન બનાવ્યા હતા. જેમિમાએ 45 બોલમાં 75 રન બનાવ્યા હતા.

5 / 5
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે મહિલા એશિયા કપમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 6 પોઈન્ટ સાથે પહેલા સ્થાને છે જ્યારે પાકિસ્તાન બીજા નંબર પર છે.

Published On - 7:05 pm, Tue, 4 October 22

Next Photo Gallery