IND Vs NZ: ભારતે અમદાવાદમાં ન્યુઝીલેન્ડને હરાવી પાકિસ્તાનનો રેકોર્ડ તોડ્યો

|

Feb 02, 2023 | 9:43 AM

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદમાં રમાઈ હતી. જેને ભારતે 168 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. આ સાથે જ ભારતે જીતનો વિક્રમ પણ પોતાને નામ કરી લીધો હતો.

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની T20 સિરીઝ રમાઈ હતી. જેની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ અગાઉ બરાબરની સ્થિતી હોઈ નિર્ણાયક હતી, જેમાં ભારતે વિજય સાથે સિરીઝ જીતી લીધી હતી. સિરીઝની નિર્ણાયક મેચમાં ભારતે વિશાળ અંતરથી ન્યુઝીલેન્ડને હાર આપી હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયાના નામે એક રેકોર્ડ નોંધાયો હતો.

2 / 5
અમદાવાદમાં રમાયેલી સિરીઝની અંતિમ મેચમાં ભારતનો 168 રનથી વિજય થયો હતો. ભારત માટે ટી20 ફોર્મેટમાં આ સૌથી મોટી જીત નોંધાઈ છે. આ પહેલા ભારતીય ટીમે આયર્લેન્ડને 143 રનના અંતરથી હરાવ્યુ હતુ. આયર્લેન્ડને 2018માં 29 જૂને હાર આપી હતી.

3 / 5
ભારતે વિશાળ અંતરથી જીત મેળવતા પાકિસ્તાનનો રેકોર્ડ તોડી દીધો છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં આઈસીસીની ફુલ મેમ્બર વચ્ચેની મેચમાં આ સૌથી મોટી જીત નોંધાઈ છે. આ પહેલા પાકિસ્તાને વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 143 રનથી જીત મેળવી રેકોર્ડ રચ્યો હતો. કરાચીમાં 1 એપ્રિલ 2018માં આ વિક્રમ નોંધાયો હતો, જે હવે ટીમ ઈન્ડિયાએ પોતાને નામે કરી લીધો છે.

4 / 5
માત્ર ફુલ મેમ્બર ટીમ દ્વારા હાંસલ કરવામાં આવેલી સૌથી મોટી જીતનો વિક્રમ જોવામાં આવે તો, આ રેકોર્ડ શ્રીલંકાને નામે હતો. જે ટીમે 2007માં 14 સપ્ટેમ્બરે કેન્યાને 167 રનથી હરાવ્યુ હતુ. કેન્યા આઈસીસીની ફુલ મેમ્બર ટીમ નથી.

5 / 5
જોકે સૌથી મોટી જીતનો ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવામાં આવેતો ચેક રેકોર્ડ ગણરાજ્યની ટીમના નામે છે. જે ટીમે 2019માં 30 ઓગષ્ટે તુર્કી ટીમને 257 રનથી હરાવ્યુ હતુ.

Next Photo Gallery