
29 વર્ષીય ઝડપી બોલર નવદીપ સૈની, જેણે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તે પણ પ્રેક્ટિસ સેશનનો હિસ્સો હતો. BCCI એ ક્રિકેટરોની તસવીરો સાથે ટ્વીટ કર્યું હતુ અને લખ્યુ હતુ કે, જુઓ અહીં કોણ છે. ત્રણેય ટીમ સાથે જોડાયા હતા અને આજે પ્રેક્ટિસ સેશનમાં ખૂબ પરસેવો પાડ્યો હતો.

ભારતે રવિવારે સીમિત ઓવરોના નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં પ્રથમ વનડેમાં છ વિકેટે જીત નોંધાવી હતી. ત્રણ મેચોની આ શ્રેણીની બીજી મેચમાં અગ્રવાલ રોહિત સાથે ઇનિંગ્સની શરૂઆત કરે તેવી સંભાવના છે. સિરીઝની પ્રથમ મેચમાં રોહિત શર્મા એ ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.

ટીમના કોચ રાહુલ દ્રવિડે પણ આ પ્રેક્ટિસ સેશનમાં બોલીંગ વડે યોગદાન આપ્યું હતું અને બેટ્સમેનોને પોતાની ઓફ સ્પિનથી પ્રેક્ટિસ કરાવી હતી.
Published On - 8:39 am, Tue, 8 February 22