
વાનખેડે મેદાન અત્યાર સુધીમાં ODI ક્રિકેટમાં કુલ 31 મેચોનું આયોજન કરી ચૂક્યું છે. તેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 16 મેચ જીતી છે. તે જ સમયે, પીછો કરતી ટીમે 15 મેચમાં જીત મેળવી છે. એટલે કે ટોસ અહીં કોઈ ખાસ ભૂમિકા ભજવતો નથી. જો કે, એ ધ્યાનમાં રાખવું પડશે કે આ મેચમાં ઝાકળ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ભારતીય ટીમ વાનખેડે ખાતે 20 મેચ રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 11 મેચ જીતી છે અને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે માર્ચ 2023માં વાનખેડે ખાતે રમી હતી અને ટીમ ઈન્ડિયાએ આ મેચ 5 વિકેટથી જીતી હતી. 1 નવેમ્બરના રોજ સ્ટેડિયમ પાસે સચિન તેંડુલકરની પ્રતિમાનું ઉદ્ધાટન પણ થશે.