
હેડલી 1993 સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો, જેનો રેકોર્ડ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવે તોડ્યો હતો. કપિલે તેની કારકિર્દીમાં 434 વિકેટ લઈને લગભગ 7 વર્ષ સુધી આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો અને હવે અશ્વિન પાસે આ મેચમાં કપિલને પાછળ છોડવાની તક છે. કપિલને પાછળ છોડવા માટે અશ્વિનને માત્ર 3 વિકેટની જરૂર છે.

અશ્વિનની બે વિકેટની મદદથી ભારતે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી શ્રીલંકાની પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્કોર માત્ર 104 રન થઈ શક્યો હતો. આવી સ્થિતિમાં આશા રાખી શકાય કે ત્રીજા દિવસે અશ્વિન વધુ 3 વિકેટ લઈને કપિલને પાછળ છોડી દેશે.
Published On - 8:46 pm, Sat, 5 March 22