
ભારત-211/4, વર્ષ 2009. મોહાલીનુ મેદાન અને તેના પર સેહવાગ અને યુવરાજના બેટની આકાશી રમત. 12 ડિસેમ્બરે રમાયેલી મેચમાં શ્રીલંકાએ આપેલા 207 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 211 રન બનાવ્યા હતા. સેહવાગે 36 બોલમાં 64 અને યુવરાજે 25 બોલમાં 60 રન બનાવ્યા હતા. બંને ટીમો વચ્ચે આ ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

શ્રીલંકા-206/7, વર્ષ 2009. આ મેચમાં ભારતે 211 રન બનાવ્યા હતા પરંતુ એ પહેલા શ્રીલંકન ટીમે 206 રનનો સ્કોર ખડક્યો હતો. પ્રથમ બેટીંગ કરતા એ દિવસે શ્રીલંકાએ બંને વચ્ચેનો ચોથો સૌથી મોટો સ્કોર ખડક્યો હતો.

ભારત-201/6, વર્ષ 2020. ભારતના બંને ઓપનર પુણેના મેદાન પર એકસાથે ગાજ્યા હતા. તે પછી જે બન્યું તે બંને ટીમો વચ્ચેનો T20નો 5મો સર્વોચ્ચ સ્કોર બની ગયો. ભારતના 201 રનમાં શિખર ધવને 36 બોલમાં 52 રન બનાવ્યા અને કેએલ રાહુલે 54 રન બનાવ્યા અને તેણે પણ તેટલા જ બોલનો સામનો કર્યો હતો. (All Photo:AFP)
Published On - 9:05 am, Tue, 22 February 22