
રોહિત શર્માએ શ્રીલંકા સામે ટી20 સદી પણ ફટકારી છે. રોહિત શર્માએ વર્ષ 2017માં શ્રીલંકા સામે સદી ફટકારી હતી. રોહિતે 118 રનની ઇનિંગ રમી હતી. રોહિતે દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી20 સદી પણ ફટકારી છે.

જોકે આમ તો શ્રીલંકા સામે રોહિત શર્માનું પ્રદર્શન ઘણું ખરાબ છે. શ્રીલંકા સામે રોહિત શર્માની એવરેજ માત્ર 22.23 છે. શ્રીલંકાના બોલરોએ રોહિતને બે વખત શૂન્ય પર આઉટ કર્યો હતો. હવે જોવાનું એ રહે છે કે આજ થી શરુ થતી શ્રેણીમાં શું થાય છે.