
જો ભારત સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરશે તો આ સાથે જ કેપ્ટન કોહલી ટેસ્ટમાં એકંદરે ત્રીજો સૌથી સફળ કેપ્ટન બની જશે. હાલમાં સ્ટીવ વો 41 જીત સાથે ત્રીજા નંબર પર છે. જ્યારે ચોથા ક્રમે રહેલા કોહલીના ખાતામાં અત્યાર સુધી 40 જીત છે. પોન્ટિંગ આ મામલામાં 48 જીત સાથે બીજા ક્રમે છે. જ્યારે ગ્રીમ સ્મિથ 53 જીત સાથે નંબર વન પર છે.

જો ભારત જોહાનિસબર્ગ કે કેપટાઉનમાંથી કોઈ એક ટેસ્ટ જીતે છે તો વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં નવો ઈતિહાસ રચનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની જશે. ભારતે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એક પણ ટેસ્ટ શ્રેણી જીતી નથી. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ આ વખતે ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની સુવર્ણ તક છે.