
જોકે, ભારતીય કેપ્ટન ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 8000 રન પૂરા કરવામાંથી ચૂકી ગયો હતો. કોહલી પાસે આ ટેસ્ટમાં આ સ્થાન હાંસલ કરવાની તક હતી. તેણે પ્રથમ દાવમાં 79 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી ઈનિંગમાં 67 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 29 રન જ બનાવી શક્યો હતો. હવે કોહલીને તેની 100મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરવાની તક મળશે.

વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટમાં પ્રથમ ઇનીંગમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનીંગમાં મુશ્કેલ સમયમાં 143 બોલનો સામનો કરી પિચ પર ઉભો રહેવા પ્રયાસ કર્યા હતા. જોકે તે 29 રનનુ જ યોગદાન આપી શક્યો હતો.