IND vs SA: કેપટાઉનમાં થયો ગજબનો ચમત્કાર ! 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ના થઇ શક્યુ એ કમાલનો રેકોર્ડ રચાયો

|

Jan 13, 2022 | 8:48 PM

સાઉથ આફ્રિકાએ કેપટાઉન ટેસ્ટ (Cape Town Test) ની બંને ઇનિંગ્સમાં ભારતને સસ્તામાં સમેટાયુ હતું. ભારત પ્રથમ દાવમાં માત્ર 223 રન જ બનાવી શક્યું હતું, જ્યારે બીજી ઈનિંગમાં ઈનિંગ્સ માત્ર 198 રનમાં સમેટાઈ ગઈ હતી.

1 / 5
ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ઝડપી બોલરોએ પોતાની તાકાત બતાવી હતી અને બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેપટાઉનમાં રમાયેલી શ્રેણીની છેલ્લી મેચમાં બેટિંગ વધુ મુશ્કેલ બની ગઈ હતી અને પેસરો સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતા હતા. આનો સૌથી અદભૂત નજારો ભારતની બીજી ઈનિંગમાં જોવા મળ્યો, જ્યાં આવી આશ્ચર્યજનક ઘટના બની, જે ટેસ્ટ ક્રિકેટના 145 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી થઈ.

2 / 5
કેપટાઉન ટેસ્ટમાં ભારતનો બીજો દાવ મેચના ત્રીજા દિવસે માત્ર 198 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતની ઇનિંગ્સની તમામ વિકેટ કેચ દ્વારા પડી હતી. પ્રથમ દાવમાં પણ કંઈક આવું જ બન્યું હતું અને ભારતની ઈનિંગની તમામ 10 વિકેટ કેચ દ્વારા પડી હતી.

3 / 5
આ રીતે, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે ટેસ્ટ મેચમાં કોઈ ટીમની તમામ 20 વિકેટ માત્ર કેચ આઉટ થવાથી પડી હોય.

4 / 5
આ 20 કેચમાંથી 7 કેચ સાઉથ આફ્રિકા તરફથી વિકેટકીપર કાયલ વેરેન દ્વારા બંને દાવમાં લેવામાં આવ્યા હતા. વેરેને પ્રથમ દાવમાં 5 કેચ અને બીજા દાવમાં વિકેટ પાછળ 2 કેચ લીધા હતા.

5 / 5
ભારતીય ટીમનો બીજો દાવ 198 રનમાં જ સેટાયો હતો. 13 રનની લીડ સાથે દક્ષિણ આફ્રિકાને 212 રનનુ ટાર્ગેટ જીત માટે મળ્યુ હતુ. ઋષભ પંતે બીજી ઇનીંગમાં શાનદાર અણનમ શતક ફટકાર્યુ હતુ.

Next Photo Gallery