
લોર્ડ્સ પછી, ઓવલનો વારો હતો. લંડનમાં જ ભારતે લોર્ડ્સ બાદ બીજી ટેસ્ટ પણ જીતી હતી. બ્રિસ્બેન બાદ ભારતે ઓવલના કિલ્લાને પણ વીંધ્યો હતો. 50 વર્ષ બાદ ભારતે આ મેદાન પર માત્ર બીજી જીત નોંધાવી હતી. બીજી ઈનિંગમાં રોહિત શર્માની શાનદાર સદી, શાર્દુલ ઠાકુરની બંને ઈનિંગમાં અડધી સદી અને જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગની મદદથી અંતિમ દિવસે થોડી વિકેટો બાદ ભારતે મુશ્કેલ સ્થિતિમાં ઈંગ્લેન્ડને 157 રનથી હરાવી 2-1 ની સરસાઈ મેળવી લીધી છે.

જે રીતે વર્ષ ગાબા કિલ્લાને ભેદીને શરૂ થયું, તે જ રીતે બીજા કિલ્લાને ભેદીને પૂરું થયું. સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ભારતને છેલ્લા બે પ્રયાસોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયાએ અહીં પણ જીત મેળવી હતી. કેએલ રાહુલે પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી, જ્યારે મોહમ્મદ શમીએ 5 વિકેટ ઝડપી હતી. ત્યારપછી બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહ, શમી અને સિરાજના આધારે ટીમ ઈન્ડિયાએ 113 રનથી જીત મેળવી હતી.