IND vs SA: વિરાટ કોહલીએ તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ, દક્ષિણ આફ્રિકામાં આ મામલે નંબર 1 બન્યો એશિયાઇ કેપ્ટન

|

Jan 12, 2022 | 9:00 AM

વિરાટ કોહલી (Virat Kohli) એ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ (Cape Town Test) ની પ્રથમ ઇનિંગમાં 79 રન બનાવ્યા હતા. વર્ષ 2022માં રમેલી આ તેની પ્રથમ ઇનિંગ પણ હતી અને છેલ્લા 2 વર્ષમાં સૌથી મોટી ઇનિંગ પણ હતી.

1 / 5
વિરાટ કોહલી (Virat Kohli) એ દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ (Cape Town Test) ની પ્રથમ ઇનિંગમાં 79 રન બનાવ્યા હતા. વર્ષ 2022માં રમેલી આ તેની પ્રથમ ઇનિંગ પણ હતી અને છેલ્લા 2 વર્ષમાં સૌથી મોટી ઇનિંગ પણ હતી. વિરાટ બેશક કેપટાઉનમાં પોતાની સદી ચૂકી ગયો પરંતુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

2 / 5
વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 79 રન બનાવીને સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડ ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર એશિયન કેપ્ટન સાથે જોડાયેલો છે. વિરાટ હવે આ મામલે નંબર વન બની ગયો છે.

3 / 5
સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ક્રિકેટના તમામ ફોર્મેટને જોડીને દક્ષિણ આફ્રિકામાં 911 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટે હવે આફ્રિકાની ધરતી પર તમામ ફોર્મેટમાં 1003 રન બનાવ્યા છે.

4 / 5
આ મામલામાં વિરાટ અને ગાંગુલી પછી ત્રીજા નંબર પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા છે જેણે દક્ષિણ આફ્રિકામાં 674 રન બનાવ્યા છે. તે પછી ચોથા નંબર પર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા પણ છે, જેણે ત્યાં 637 રન બનાવ્યા છે.

5 / 5
ધોનીએ દક્ષિણ આફ્રિકામાં તમામ ફોર્મેટમાં 592 રન બનાવ્યા છે. અને ત્યાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટનોની યાદીમાં તે 5માં નંબર પર છે.

Next Photo Gallery