
જોકે, સિરાજની ઈજા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ સિરાજને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેના હેમસ્ટ્રિંગમાં કોઈ સમસ્યા છે જેના કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. હેમસ્ટ્રિંગની સમસ્યામાંથી બહાર આવવામાં સમય લાગે છે અને આવી સ્થિતિમાં જો ઈજા ગંભીર બની જાય છે તો ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પોતાના સ્ટાર બોલર વિના બોલિંગ કરવી પડશે.

મેદાન છોડતા પહેલા સિરાજે માત્ર 3.5 ઓવર ફેંકી હતી, જેમાં 2 મેડન ઓવર હતી અને 4 રન આપવામાં આવ્યા હતા. તેણે દક્ષિણ આફ્રિકાના સુકાની ડીન એલ્ગરને ખૂબ જ પરેશાન કર્યો, પરંતુ તે વિકેટ લેવાનું ચૂકી ગયો. સિરાજે પ્રથમ ટેસ્ટમાં 3 વિકેટ લીધી હતી.