U-19 World Cup, IND vs AUS : કેપ્ટન યશ ઢૂલે સેમીફાઈનલમાં ધમાકેદાર સદી ફટકારી, ઓસ્ટ્રેલિયન બોલરોની કરી ધોલાઇ!

|

Feb 02, 2022 | 10:28 PM

અંડર 19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય કેપ્ટન યશ ઢૂલે (Yash Dhull) 106 બોલમાં સદી ફટકારી હતી, જેમાં વાઈસ કેપ્ટન શેખ રાશિદ સાથે 200થી વધુ રનની ભાગીદારી હતી.

1 / 5
અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતીય કેપ્ટન યશ ઢૂલે પોતાની બેટિંગથી ચાહકોના દિલ જીતી લીધા હતા. યશ ઢૂલે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને ન માત્ર સંભાળી હતી, પરંતુ બેટિંગ કરતા સદી પણ ફટકારી હતી.

2 / 5
કોવિડ-19ની પકડને કારણે યશ ઢૂલ કેટલીક મેચોમાંથી બહાર હતો, પરંતુ સૌથી વધુ મહત્વના પ્રસંગે તેણે કેપ્ટનશિપની ઇનિંગ રમીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. યશ ઢૂલ માત્ર 106 બોલમાં સદી ફટકારી હતી. ઢૂલ તેની સદીમાં 10 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.

3 / 5
યશ ધુલ 110 બોલમાં 110 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાનો કોઈ બોલર ધુલની વિકેટ લઈ શક્યો નહોતો, પરંતુ તે રનઆઉટ થયો હતો. રાશિદની સ્ટ્રેટ ડ્રાઈવ પર બોલ ઓસ્ટ્રેલિયન બોલરના હાથમાં અથડાઈને વિકેટ સાથે અથડાઈ અને ધુલની ઈનિંગનો અંત આવ્યો.

4 / 5
યશ ઢૂલ અને રાશિદે ત્રીજી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે આ જોડી ક્રિઝ પર આવી ત્યારે ટીમ ઈન્ડિયાએ 37 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.

5 / 5
યશ ઢૂલ સદી ફટકારી હતી પરંતુ તેનો સાથી ખેલાડી અને વાઇસ કેપ્ટન શેખ રાશિદ સદી ચૂકી ગયો હતો. તેની ઈનિંગ 94 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. રાશિદે પોતાની શાનદાર ઇનિંગમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા.

Next Photo Gallery