
ટ્રેવિસ હેડ ભલે બ્રિસ્બેનના ગાબા મેદાન પર સતત ત્રણ ટેસ્ટ ઈનિંગ્સમાં 0 રનમાં આઉટ થયો હોય, પરંતુ તેમ છતાં આ ખેલાડીની ત્યાં 50થી વધુની એવરેજ છે. હેડે ગાબા ખાતે 7 ઈનિંગ્સમાં 50.28ની એવરેજથી 352 રન બનાવ્યા છે. તેણે આ મેદાન પર એક સદી અને 2 અડધી સદી ફટકારી છે.

ટ્રેવિસ હેડ સારા ફોર્મમાં છે અને બ્રિસ્બેનમાં મોટી ઈનિંગ રમી શકે છે. ટીમ ઈન્ડિયા માટે તેને રોકવો આસાન નહીં હોય. જો કે જો હેડને રોકવામાં નહીં આવે તો ટીમ ઈન્ડિયા માટે જીત મુશ્કેલ બની જશે. હેડની ખાસ વાત એ છે કે જ્યારે પણ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી છે ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ હંમેશા જીતી છે. ટીમ ઈન્ડિયાએ હેડને આ કામથી રોકવું પડશે. (All Photo Credit : PTI)
Published On - 5:01 pm, Thu, 12 December 24