IND vs AUS: વરસાદ બાદ ભારતીય ટીમ વરસી, ઓસ્ટ્રેલિયાને હરાવી શ્રેણી બરાબર કરી, જાણો જીતના કારણો

|

Sep 24, 2022 | 9:06 AM

ભારતે (Indian Cricket Team) બીજી મેચમાં શાનદાર રમત બતાવી અને સિરીઝ છ વિકેટથી જીતીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી. હવે બધાની નજર ત્રીજી મેચ પર છે.

1 / 5
ભારતીય ક્રિકેટ ટીમે શુક્રવારે નાગપુરમાં રમાયેલી બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું અને આ સાથે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી. વરસાદને કારણે, આ મેચ પ્રતિ ઈનિંગ આઠ ઓવરની કરવામાં આવી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 90 રન બનાવ્યા હતા. ભારતે આ લક્ષ્યાંક ચાર બોલ પહેલા હાંસલ કરી લીધો હતો. શું છે ભારતની જીતના કારણો, આવો તમને જણાવીએ. (BCCI ફોટો)

2 / 5
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેદાન અને પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારત માટે આ મેચમાં ટોસ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો હતો.

3 / 5
અક્ષર પટેલની શાનદાર બોલિંગે ઓસ્ટ્રેલિયાને સારી શરૂઆત કરવા દીધી ન હતી. સ્પિનરો દ્વારા અનુકૂળ પીચ પર, અક્ષર પટેલને સતત બે ઓવર રોહિતે આપીને સારી ચાલ ચાલી હતી. પટેલે બે ઓવરમાં 13 રન આપીને બે વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

4 / 5
ભારતને 91 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને આ મુશ્કેલ ટાર્ગેટની સામે ભારતને સારી શરૂઆતની જરૂર હતી જે રોહિત શર્માએ આપી હતી. રોહિત અંત સુધી ક્રિઝ પર રહ્યો અને અણનમ 46 રનની મદદથી ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો.

5 / 5
ઓસ્ટ્રેલિયન બોલરોની નબળી બોલિંગને કારણે તેઓએ ખૂબ રનનો માર સહન કર્યો. ઓસ્ટ્રેલિયાએ મોટે ભાગે શોર્ટ બોલિંગ કરી, જેનો રોહિત શર્માએ ફાયદો ઉઠાવ્યો. ઓસ્ટ્રેલિયન બોલરોમાં યોગ્ય લાઇન લેન્થનો અભાવ પણ જોવા મળ્યો હતો.

Published On - 9:04 am, Sat, 24 September 22

Next Photo Gallery