WTC Points Table : મેલબોર્નમાં હાર સાથે ભારત WTC ફાઈનલની રેસમાંથી બહાર ? પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો
ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ઝટકો લાગ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલા જ ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.
1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા બીજા સ્થાન માટે લડી રહ્યા છે. પરંતુ મેલબોર્ન ટેસ્ટની હાર બાદ ટીમ ઈન્ડિયાની આશાને મોટો ફટકો પડ્યો છે.
2 / 5
મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમે આ સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. આવી સ્થિતિમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા WTC ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જવાબ ના છે. પરંતુ WTC ફાઈનલમાં પહોંચવા ટીમ ઈન્ડિયાને શ્રીલંકાના સમર્થનની જરૂર છે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.
3 / 5
મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ પણ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે, પરંતુ ટીમના WTC પોઈન્ટ્સમાં ઘટાડો થયો છે. WTCમાં અત્યાર સુધી ભારતે 18 મેચ રમી છે, જેમાં 9માં જીત, 7માં હાર અને 2 ટેસ્ટ ડ્રો રહી છે, જેના કારણે હવે ટીમ ઈન્ડિયાના WTC પોઈન્ટ્સ 52.77 છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા 16 ટેસ્ટમાં 10મી મેચ જીતી 61.46 WTC પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે.
4 / 5
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે, જે વર્ષ 2025ની પ્રથમ મેચ હશે. ફાઈનલની રેસમાં ટકી રહેવા ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે મેચ જીતવી પડશે, નહીં તો ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. પરંતુ સિડની ટેસ્ટ જીત્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને ફાઈનલની ટિકિટ નહીં મળે. સિડની ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ ફાઈનલમાં જશે કે નહીં તેનો નિર્ણય ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે રમાનારી 2 ટેસ્ટ મેચની સિરીઝ બાદ થશે.
5 / 5
જો સિડની ટેસ્ટ જીતશે તો ટીમ ઈન્ડિયા WTC ફાઈનલની રેસમાં રહેશે. પરંતુ પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયા શ્રીલંકામાં એક પણ મેચ ન જીતે અને કોઈ પણ સંજોગોમાં એક મેચ હારે, એટલે કે શ્રીલંકા આ સિરીઝ 1-0થી જીતે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી જશે. જો શ્રીલંકા એક પણ મેચ હારશે તો ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. બીજી તરફ જો શ્રીલંકા બંને મેચ જીતી જશે તો ભારત-ઓસ્ટ્રેલિયાને હટાવી WTC ફાઈનલમાં પહોંચી જશે. (All Photo Credit : PTI / GETTY / ESPN)
Published On - 4:42 pm, Mon, 30 December 24