
ટીમનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઈશાન કિશન તેમની સ્ટાઈલ અને લુક મામલે હંમેશા ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પણ આ બંને તેમની સ્ટાઈલિસ્ટ મૂછ અને નાની દાઢીમાં સ્માર્ટ લાગી રહ્યા છે. શ્રેયસની મૂછોએ પણ હાઈલાઈટ બનાવી છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ સીરિઝમાં કદાચ ઘણા લાંબા સમય બાદ ક્લીન શેવમાં જોવા મળ્યો છે. સૂર્યા આ લુકમાં ખૂબ જ યંગ લાગી રહ્યો છે. આ સિવાય શિવમ દુબે અને દીપક ચહર પણ ક્લીન શેવમાં આ સીરિઝ જોવા મળ્યા છે. ટીમમાં સૌથી યંગ ખેલાડી યશસ્વી જયસ્વાલ તેની નાની મૂછોમાં તેના પ્રદર્શનની જેમાં જ સ્માર્ટ યંગસ્ટર લાગી રહ્યો છે.
Published On - 12:14 pm, Sat, 2 December 23