
વર્ષ 2023માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન UAEનો મોહમ્મદ વસીમ હતો. વસીમે 46 મેચમાં 98 સિક્સર ફટકારી હતી.

રોહિત શર્મા આ લિસ્ટમાં બીજા નંબર પર છે. હિટમેને આ વર્ષે 35 મેચોની 39 ઈનિંગ્સમાં કુલ 80 સિક્સર ફટકારી હતી.

આ યાદીમાં ત્રીજું નામ નેપાળના કુશલ માલાનું છે. આ બેટ્સમેને વર્ષ 2023માં 34 આંતરરાષ્ટ્રીય મેચોની 32 ઈનિંગ્સમાં કુલ 65 છગ્ગા ફટકાર્યા હતા.

ટોપ-5 લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ પણ સામેલ છે. આ વિસ્ફોટક ઓલરાઉન્ડરે વર્ષ 2023માં 28 આંતરરાષ્ટ્રીય મેચોની 33 ઈનિંગ્સમાં 61 છગ્ગા ફટકાર્યા હતા.

IPL ઓક્શનમાં 14 કરોડમાં ચેન્નાઈ સુપર કિંગમાં સામેલ થયેલ ડેરીલ મિચેલે આ વર્ષે 51 આંતરરાષ્ટ્રીય મેચોની 55 ઈનિંગ્સમાં 61 સિક્સર ફટકારી હતી અને વર્ષ 2023માં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેનોમાં પાંચમાં સ્થાને રહ્યો હતો.