

હવે સવાલ એ છે કે શુભમન ગિલની ટેકનિકમાં કોઈ ખામી છે? ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના આંકડા જોઈને દરેક આ સવાલનો જવાબ નકારાત્મકમાં આપશે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ગિલની એવરેજ 50થી વધુ છે પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે કે સારી એવરેજનો અર્થ એ નથી કે બેટ્સમેનની ટેકનિક પણ સારી છે. આવી જ કેટલીક સમસ્યા શુભમન ગિલ સાથે પણ જોવા મળે છે. ગિલ શોર્ટ બોલ ખૂબ જ સારી રીતે રમે છે પરંતુ જ્યારે ઑફ-સ્ટમ્પની બહાર ડ્રાઇવિંગની વાત આવે છે ત્યારે તે ભૂલો કરે છે. શુભમન ગિલ બોલને લાંબા અંતરથી ચલાવવાનો પ્રયાસ કરે છે, જેને ટેસ્ટ ક્રિકેટમાં મોટી નબળાઈ માનવામાં આવે છે.

શુભમન ગિલ માટે પણ ખતરો વધી ગયો છે કારણ કે, તેના સિવાય ટીમ ઈન્ડિયામાં વધુ બે યુવા ઓપનર આવી ચૂક્યા છે. યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ વિશે વાત કરીએ, જેમને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. જયસ્વાલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 80થી વધુની એવરેજ છે અને ગાયકવાડે ત્યાં પણ પોતાની જાતને સાબિત કરી છે. ગાયકવાડ અને જયસ્વાલ બંનેની ટેક્નિક ટેસ્ટ ક્રિકેટ માટે પરફેક્ટ માનવામાં આવે છે. હવે જો આ બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝમાં સારું પ્રદર્શન કરશે તો દેખીતી રીતે જ શુભમન ગિલ પર દબાણ વધી જશે.

આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે, ગિલ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ઘણો મહત્વનો છે. જો બેટ અહીં મૌન રહે છે, તો પછી તેણે ધણું ગુમવવાનો સમય આવી શકે છે. ટીમ ઈન્ડિયામાં સ્પર્ધા ખૂબ જ અઘરી છે. જ્યારે રહાણે અને પુજારા જેવા દિગ્ગજ ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી શકાય છે, ત્યારે ગિલનું કદ હજુ ઘણું નાનું છે.