
વર્ષ 2021ના ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી હરાવીને ઓસ્ટ્રેલિયાની ટીમ દુબઈમાં ચેમ્પિયન બની હતી. આ પાંચેય ઓસ્ટ્રેલિયન દિગ્ગજો આ ટીમના પણ ભાગ હતા.

WTC Finalમાં વોર્નરે પહેલી ઈનિંગમાં 43 અને બીજી ઈનિંગમાં 0 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ એ પહેલી ઈનિંગમાં 121 અને બીજી ઈનિંગમાં 34 રન બનાવ્યા હતા. સ્ટાર્ક એ પહેલી ઈનિંગમાં 5 રન અને બીજી ઈનિંગમાં 41 રન બનાવવાની સાથે બંને ઈનિંગ મળીને 4 વિકેટ લીધી હતી. પેટ કમિંસ એ કુલ 4 વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડ ઈજાને કારણે ફાઈનલમાં રમી શક્યો ના હતો.