
ભારતની આ 8મી ફાઈનલ હશે, જે એક રેકોર્ડ છે. અત્યાર સુધી કોઈ ટીમ આટલી બધી ફાઈનલ રમી નથી કે જીતી નથી. આ પહેલા ભારતે 7માંથી 4 ફાઇનલમાં જીત મેળવી છે. એટલે કે માત્ર 3 વખત તે આ ખિતાબથી વંચિત રહી હતી. ભારતીય ટીમની આ સતત ચોથી ફાઈનલ પણ હશે.

અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના એકંદર આંકડાની વાત કરીએ તો આજે બંને ટીમો વચ્ચે 50મી ટક્કર થશે. આ પહેલા રમાયેલી 49 મેચોમાં ભારતે 37માં જીત મેળવી છે. જ્યારે 11 ઈંગ્લેન્ડે કબજે કર્યા છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે.
Published On - 9:56 am, Sat, 5 February 22