
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને તેના દિગ્ગજ ક્રિકટરોનો હાલમાં દબદબો જોવા મળી રહ્યો છે. આઈસીસીના હાલની ટેસ્ટ રેકિંગમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેનો ટોપ 3માં છે, 39 વર્ષોમાં આ પહેલીવાર બન્યું છે.

આઈસીસીની તાજા ટેસ્ટ રેકિંગમાં માર્નસ લાબુશેન નંબર 1 બન્યો છે.

સ્ટીવ સ્મિથ એ એક સ્થાનની છલાંગ લગાવીને બીજા ક્રમ પર કબ્જો કર્યો છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સેન્ચુરી ફટકારીને પ્લેયર ઓફ ધ મેચ બનનાર ટ્રેવિસ હેડ શાનદાર પ્રદર્શનને કારણે પાંચમાંથી ત્રીજા ક્રમે પહોંચ્યો છે.

બેટિંગ રેકિંગમાં લાબુશેન 903 પોઈન્ટ સાથે પહેલા ક્રમે, સ્મિથ 885 પોઈન્ટ સાથે બીજા ક્રમે અને હેડ 884 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે.