લેહ પહોંચી વનડે ક્રિકેટ World Cup 2023ની trophy, જુઓ Photos

|

Jul 07, 2023 | 7:15 PM

ICC Men's Cricket World Cup 2023 trophy : ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરુઆત થશે. આ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમ સહિતની 10 ટીમો ટકરાશે. આ વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

1 / 5
લગભગ 10 વર્ષ બાદ ભારતની ધરતી પર વનડે વર્લ્ડ કપ રમાશે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાનારા આ વનડે વર્લ્ડ કપ માટે શેડયુલની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

2 / 5
27 જૂનથી 4 સપ્ટેમ્બર દરમિયાન આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફીની ટૂર થશે. આ ટૂરની શરુઆત ભારતથી થઈ છે. મુંબઈ સહિતના ઘણા શહેરોમાં આ વર્લ્ડ કપ ટ્રોફી પહોંચશે. આજે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી લેહમાં પેંગોંગ ત્સો તળાવ પહોંચી હતી.

3 / 5
લેહ પ્રવાસ દરમિયાન આ ટ્રોફી લેહના શાંતિ સ્તૂપ પાસે પણ જોવા મળી હતી.

4 / 5
 27 જૂનથી 14 જુલાઈ દરમિયાન વનડે વર્લ્ડકપ 2023ની ટ્રોફી ભારતના અલગ અલગ શહેરોમાં ફરશે. ક્રિકેટ પ્રેમીઓ આ ટ્રોફીને વધુ નજીકથી જોઈ શકે તેની તક ICC આપી રહ્યું છે. 22થી 24 જુલાઈ અને 16થી 18 ઓગસ્ટ દરમિયાન પણ આ ટ્રોફી ભારતમાં આવશે.

5 / 5
ત્યાર બાદ આ ટ્રોફી 15 - 16 જુલાઈ ન્યુઝીલેન્ડ, 17 - 18 જુલાઈ ઑસ્ટ્રેલિયા, 19 - 21 જુલાઈ પાપુઆ ન્યુ ગિની,  25 - 27 જુલાઈ યુએસએ, 28 - 30 જુલાઈ વેસ્ટ ઈન્ડિઝ, 31 જુલાઈ - 4 ઑગસ્ટ પાકિસ્તાન, 5 - 6 ઑગસ્ટ શ્રીલંકા, 7 – 9 ઓગસ્ટ વેસ્ટ ઈન્ડિઝ, 10 – 11 ઓગસ્ટ કુવૈત, 12 – 13 ઓગસ્ટ બહેરીન, 16 – 18 ઓગસ્ટ ઈટલી, 19 – 20 ઓગસ્ટ ફ્રાન્સ, 21 – 24 ઓગસ્ટ ઈંગ્લેન્ડ, 25 – 26 ઓગસ્ટ મલેશિયા, 27 – 28 ઓગસ્ટ યુગાન્ડા, 29 – 30 ઓગસ્ટ નાઈજીરિયા ,31 ઓગસ્ટ – 3 સપ્ટેમ્બર દક્ષિણ આફ્રિકામાં જોવા મળશે. 4 સપ્ટેમ્બરના રોજ આ ટ્રોફી ફરી ભારત આવશે.

Next Photo Gallery