
વનડે વર્લ્ડ કપમાં અને ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારનારા સૌથી યુવા ખેલાડીઓની લિસ્ટમાં ઈબ્રાહિમ ચોથા ક્રમે છે. તેની ઉંમર 21 વર્ષ 330 દિવસ છે.

અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં પોતાના સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ સામે 288 રન બનાવ્યા હતા. જ્યારે આજે ઓસ્ટ્રેલિયા સામે 291 રનનો સ્કોર ઉભો કર્યો હતો. વર્ષ 2019માં ઈંગ્લેન્ડ સામે એક ઈનિંગમાં સૌથી વધારે 8 સિક્સર ફટકારી હતી. જ્યારે આજે ઓસ્ટ્રેલિયા સામે 9 સિક્સર ફટકારી છે.