ત્રણ વર્ષ બાદ મિતાલી રાજનો રેકોર્ડ તૂટી ગયો, હરમનપ્રીત કૌર બની ભારતની નંબર વન બેટ્સમેન

|

Jun 27, 2022 | 6:03 PM

ભારતીય મહિલા ટીમની ખેલાડી હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિતાલીએ આ જ મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેના રેકોર્ડ પણ તૂટવા લાગ્યા છે. હરમને આ કામ શ્રીલંકા સામેની ટી-20 મેચમાં કર્યું હતું.

1 / 5
ભારતીય ક્રિકેટમાં મિતાલી રાજના યુગનો અંત આવ્યો છે, ભારતીય મહિલા ક્રિકેટની સૌથી મોટી ઓળખ અને સૌથી સફળ ખેલાડી રહેલી પૂર્વ કેપ્ટન મિતાલી રાજે કેટલાક દિવસ પહેલા જ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ભારતીય ક્રિકેટમાં કેટલાક રેકોર્ડ તેના નામે છે, આવો જ એક રેકોર્ડ ટી20માં સૌથી વધુ રનનો છે, જેને દિગ્ગજ કેપ્ટન હરમનપ્રીત કૌરે તોડ્યો છે(Photo: AFP)

2 / 5
હરમનપ્રીત કૌરે શ્રીલંકા વિરુદ્ધ જાહેર કરાયેલી ટી20 સિરીઝમાં મિતાલી રાજનો સૌથી વધુ ટી20 રનનો રિકોર્ડ તોડી નાંખ્યો છે. શ્રીલંકા વિરુદ્ધ સતત 2 મેચમાં 31 અને 39 રનની ઈનિંગ્સ રમી હતી આમ મહિલા ટી20માં સૌથી સફળ બેટ્સમેન રહી હતી  (Photo: AFP)

3 / 5
હરમનપ્રીત કૌરે 124 મેચની 111 ઇનિંગ્સમાં 2411 રન બનાવ્યા છે.જેમાં એક સદી અને 6 અડધી સદી છે, આ પહેલા મિતાલી રાજે 89 મેચની 84 ઈનિંગ્સમાં 2364 રન બનાવ્યા હતા. જેમાં તેમણે 17 અડધી સદી ફટકારી હતી. મિતાલીએ 3 વર્ષ પહેલા પોતાની છેલ્લી ટી20 મેચ રમી હતી જેથી અત્યારસુધી આ રેકોર્ડ તેના નામે હતો(Photo: ICC & Sri Lanka Cricket)

4 / 5
 આ બંન્ને દિગ્ગજો બાદ ત્રીજા સ્થાન પર હાજર સૌથી મોટી સુપરસ્ટાર બેટ્સમેન સ્મૃતિ માંધના છે.  ઓપનરના નામે 86 મેચની  84 ઈનિંગ્સમાં 2011 રન બનાવ્યા હતા. જેમાં તેની 14 અડધી સદી સામેલ છે (Photo: ICC)

5 / 5
મહિલા ક્રિકેટમાં સૌથી વધુ ટી20 રનનો રેકોર્ડ ન્યુઝીલેન્ડની દિગ્ગજ બેટ્સેમન સુજી બેટ્સના નામે છ, સુજીએ 126મેચની 123 ઈનિંગ્સમાં રેકોર્ડ 3380 રન બનાવ્યા છે. જેમાં સદી અને અડધી સદી પણ સામેલ છે (Photo: ICC)

Next Photo Gallery