Yusuf Pathan Birthday: ડેબ્યૂમાં ધમાલ મચાવનારા આ ખેલાડીની એ ઈનીંગને ક્યારેય નહીં ભૂલે ભારત

|

Nov 17, 2022 | 8:02 AM

Yusuf Pathan Birthday: ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણનો જન્મ આ દિવસે એટલે કે 17 નવેમ્બર 1982ના રોજ ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો.

1 / 5
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર યુસુફ પઠાણ આજે એટલે કે 17 નવેમ્બરે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાના કરિયરમાં તેણે ઘણી એવી ઇનિંગ્સ રમી જે હંમેશા ભારતીય ચાહકોના મનમાં જીવંત રહેશે. તેના ખાસ દિવસે એવી પાંચ ઇનિંગ્સની કહાની જાણીએ.

2 / 5
આઈપીએલની પોતાની પ્રથમ સિઝનમાં યુસુફ પઠાણે તોફાની સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. આ પછી, તેનો રેકોર્ડ આગામી ચાર સિઝન સુધી અકબંધ રહ્યો. છેલ્લે 2013માં ક્રિસ ગેઈલે માત્ર 30 બોલમાં સદી ફટકારીને યુસુફનો રેકોર્ડ તોડ્યો હતો.

3 / 5
યુસુફ પઠાણનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ પણ ધમાકેદાર રહ્યું હતું. તેણે પોતાની પ્રથમ મેચ 2007 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે સિક્સર ફટકારીને ઇનિંગની શરૂઆત કરી હતી. તેને બોલિંગ કરવાની તક મળી જેમાં તેણે 5 રન આપ્યા.

4 / 5
સૌથી ઝડપી સદી ઉપરાંત યુસુફે IPLમાં સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી. 24 એપ્રિલ 2014ના રોજ, યુસુફે કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતી વખતે માત્ર 15 બોલમાં તેના 50 રન પૂરા કર્યા. તેની ઇનિંગે KKRને જીત અપાવી હતી.

5 / 5
વર્ષ 2011માં તેણે દક્ષિણ આફ્રિકા સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી પરંતુ યુસુફ પઠાણે પોતાની સદીના આધારે ટીમની લાજ બચાવી હતી. 250 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા એક તબક્કે 98 રનમાં 7 વિકેટ ગુમાવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આ મેચમાં યુસુફે 150ના સ્ટ્રાઈક રેટથી 70 બોલમાં શાનદાર 105 રન બનાવ્યા હતા. યુસુફ પઠાણે પહેલા પીયૂષ ચાવલા સાથે 8મી વિકેટ માટે 21 રનની ભાગીદારી કરી અને પછી ઝહીર ખાન સાથે 100 રનની ભાગીદારી કરી.

Published On - 8:01 am, Thu, 17 November 22

Next Photo Gallery