
ઉત્તરાખંડ સામે ઉર્વીલની ઈનિંગ 41 બોલની હતી, જેમાં તેણે 280.49ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. આ દરમિયાન ઉર્વિલે 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 115 રન બનાવ્યા હતા. ઉર્વિલના આ જોરદાર પ્રદર્શનને કારણે ગુજરાતે ઉત્તરાખંડે આપેલા 20 ઓવરમાં માત્ર 13.1 ઓવરમાં 183 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી.

અગાઉ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં ઉર્વીલ પટેલે માત્ર 28 બોલમાં સદી ફટકારી હતી. ત્રિપુરા સામે ફટકારેલી તે સદી T20માં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. તે સદી ફટકારતી વખતે ઉર્વીલે રિષભ પંતનો 32 બોલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આટલું જ નહીં, તે વર્લ્ડ રેકોર્ડ તોડવાથી સહેજ માટે રહી ગયો. સૌથી ઝડપી T20 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે સાયપ્રસ સામે 27 બોલમાં આ કારનામું કર્યું હતું. (All Photo Credit : ANI / GCA / ESPN )
Published On - 4:58 pm, Tue, 3 December 24