ગુજરાત ટાઈટન્સમાંથી વધુ એક સ્ટાર ખેલાડી લેશે વિદાય ? COOએ કર્યો મોટો ખુલાસો
IPL 2024ની હરાજી પહેલા હાર્દિક પંડયા ભારે ચર્ચામાં છે. 2 સિઝન સુધી ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કર્યા બાદ તે મુંબઈ ઈન્ડિયન્સમાં ફરી જોડાયો છે. ગુજરાત ટાઈટન્સના COOએ હાલમાં ખુલાસો કર્યો છે, જેને કારણે ક્રિકેટજગતમાં ખટભળાટ મચ્યો છે.
1 / 5
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે વર્ષ 2024ની આઈપીએલ માટે હાર્દિક પંડયાને ટ્રેડિંગ દ્વારા સામેલ કર્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમને આ સમયમાં વધુ એક ઝટકો લાગવાનો હતો. આ વાતનો ખુલાસો ખુદ ગુજરાત ટાઇટન્સના સીઓઓ કર્નલ અરવિંદર સિંહે કર્યો છે.
2 / 5
અરવિંદર સિંહે ખેલાડીઓની ટ્રેડિંગ પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમના મતે, દરેક ફ્રેન્ચાઇઝીએ ટ્રેડિંગ દરમિયાન BCCI અને IPLના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. જ્યારે તેને મોહમ્મદ શમીના ટ્રેડિંગ વિશે પૂછવામાં આવ્યું, ઇન્ટરવ્યુમાં આના જવાબમાં સિંહે કહ્યું કે દરેક ટીમને પોતાની ટીમને મજબૂત કરવા માટે સારા ખેલાડીઓ લેવાનો અધિકાર છે. મોહમ્મદ શમીએ અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે, ગત સિઝનમાં પર્પલ કેપ જીતી હતી.
3 / 5
તે અમારી ટીમનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેણે વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં કોઈપણ ટીમ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. તેણે કહ્યું કે જ્યારે કેટલીક ફ્રેન્ચાઈઝી ખેલાડીઓનો સીધો સંપર્ક કરે છે ત્યારે ખોટું થાય છે. બીસીસીઆઈએ ટ્રેડિંગ માટે એક પ્રક્રિયા બનાવી છે. તેઓએ તેનું પાલન કરવું જોઈએ.
4 / 5
અરવિંદર સિંહે વધુમાં કહ્યું કે, IPL ટ્રેડિંગને લઈને BCCIના નિયમો સ્પષ્ટ છે. પરંતુ આ આઈપીએલ ટીમના અધિકારીએ સીધા જ ખેલાડી અથવા કોચિંગ સ્ટાફનો સંપર્ક કર્યો, તે ખોટું છે. વાત કરવી જ હોય તો સામે જ કરી લેત. પરંતુ કોચિંગ સ્ટાફ સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.
5 / 5
જણાવી દઈએ કે અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરતો હોવા છતા મોહમ્મદ શમીએ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે વનડે વર્લ્ડ કપ 2023માં કુલ 24 વિકેટ લીધી હતી.