
વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સની ટીમે IPLમાં પ્રવેશ કર્યો હતો, જે બાદ તેમણે પાછળ ફરીને જોયું નથી. કેપ્ટન હાર્દિક પંડયા અને કોચ આશિષ નહેરાની જોડીએ યુવા અને અનુભવી ખેલાડીઓના સમાન મિશ્રણ વાળી આ ટીમને બે જ વર્ષમાં IPL ઈતિહાસની જૂની અને મજબૂત ટીમો કરતાં ઘણી આગળ લાવી દીધી હતી.

IPL 2023માં ટ્રોફીથી ગુજરાત ટાયટન્સ માત્ર એક કદમ દૂર છે. ફાઇનલમાં તેમનો સામનો મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે. ચેન્નાઈને ફરી એકવાર આ સિઝનમાં હરાવી ટ્રોફી કબજે કરવા ગુજરાત ટાઈટન્સ સક્ષમ છે. એવામાં બે મજબૂત ટીમો વચ્ચેની આ ટક્કર મજેદાર રહેશે.
Published On - 6:19 pm, Sat, 27 May 23