
શુભમન ગિલે આઇપીએલની હાલની સીઝનમાં જે 851 રન કર્યા છે તેમાં 363 રન તેણે સ્પિનર સામે બનાવ્યા છે. એક સીઝનમાં સ્પિનર સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 2016ની સીઝનમાં સ્પિનર સામે 364 રન બનાવ્યા હતા. જો ગિલ બે રન વધુ બનાવે છે તો તે રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

શુભમન ગિલ પાસે હાલમાં ઓરેન્જ કેપ છે અને જો ગુજરાત ટાઇટન્સ વિજેતા ટીમ બને છે તો ગિલ ત્રીજો ક્રિકેટર બની જશે જેણે એક જ સીઝનમાં આઇપીએલ ટાઇટલ અને ઓરેન્જ કેપ જીતી હશે. રોબિન ઉથ્થપા (2014) અને રૂતુરાજ ગાયકવાડ (2021) બે ક્રિકેટર છે જેમણે એક સીઝનમાં ઓરેન્જ કેપ અને ટાઇટલ જીત્યો હતો.