
ઓપનિંગ બેટ્સમેન જેક એડવર્ડ્સ, જોશ ફિલિપ, હેડન અને બેન દ્વારશુઈસને જ્હોન્સનનો શિકાર બનાવ્યો હતો, જે મેચનો શ્રેષ્ઠ ખેલાડી રહ્યો હતો. તેણે 26 રનમાં ચાર વિકેટ લીધી હતી.

ડિસેમ્બર 2023માં IPL 2024ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે જેના પર રૂ. 10 કરોડનો ખર્ચ કર્યો હતો તે બોલરે હલચલ મચાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાના સ્પેન્સર જોન્સનને ગુજરાતે ડિસેમ્બરમાં રૂ. 10 કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે તેની પાસે માત્ર ત્રણ આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ છે.