
ગુજરાત ટાઈટન્સ ટીમે આઈપીએલમાં 2022 ના વર્ષમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ દરમિયાન શમી ગુજરાતની સાથે જોડાઈને ચેમ્પિયન ટીમનો હિસ્સો બન્યો હતો. શમીએ ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 16 મેચમાં 20 વિકેટ પોતાના નામે કરી હતી.

ગુજરાત પહેલા ઈન્ડિય પ્રીમિયર લીગમાં દિલ્હી ડેયરડેવિલ્સ. કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ માટે રમી ચૂક્યો છે. શમી 2013 ના વર્ષથી સતત આઈપીએલમાં રમી રહ્યો છે.