IPL 2023: ગૌતમ ગંભીરના નામે છે IPLનો રેકોર્ડ જે ધોની પણ નથી તોડી શક્યો, પંજાબની ટીમે પણ કર્યો પ્રયાસ

|

Apr 19, 2023 | 3:16 PM

ગૌતમ ગંભીરે કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે બે ખિતાબ જીત્યા છે. કેકેઆરની ટીમે બંને ખિતાબ ગંભીરના નેતૃત્વમાં જ જીત્યા હતા. ગંભીર IPL 2023ની હાલમાં ચાલી રહેલી સીઝનમાં લખનૌ સાથે જોડાયેલો છે. તે મેન્ટર તરીકે કેએલ રાહુલની કેપ્ટનસી વાળી ટીમનું સંચાલન કરી રહ્યો છે. તે પોતાના નામે એક એવો રેકોર્ડ કરી ચૂક્યો છે જે ધોની પણ તોડી શક્યો નથી.

1 / 7
આઇપીએલમાં જ્યારે પણ સફળ કેપ્ટનની વાત કરવામાં આવે છે તો સૌથી પહેલા રોહિત અને ધોનીનું નામ લેવામાં આવે છે. રોહિતે 5 તો ધોનીએ 4 આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યા છે. બંને ખેલાડીઓની ટીમ મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ આઇપીએલની સૌથી સફળ ટીમ છે.

2 / 7
ધોની અને રોહિત પછી આઇપીએલ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન તરીકે ગંભીરનું નામ લેવામાં આવે છે. હાલમાં ગંભીર લખનૌ સુપર જાયન્ટસની ટીમનો મેન્ટર છે. ગૌતમ ગંભીર કેકેઆરના કેપ્ટન તરીકે બે વખત આઇપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે.

3 / 7
ગૌતમ ગંભીરના નામે એક એવો રેકોર્ડ છે જે કોઇ તોડી શક્યું નથી. એક એવી તક આવી હતી જ્યારે ધોની આ રેકોર્ડની નજીક પહોંચ્યો હતો પણ તોડી શક્યો ન હતો. આ રેકોર્ડની જો વાત કરીએ તો ગંભીરનો કોઇ તોડ નથી.

4 / 7
ગૌતમ ગંભીરના નામે આઇપીએલમાં સૌથી વધુ મેચ સતત જીતવાનો રેકોર્ડ છે. આઇપીએલ 2013 અને 2014ની સીઝનમાં કોલકત્તાએ એકંદરે સતત 10 મેચ જીતી હતી. આ આજે પણ રેકોર્ડ છે. 2014માં કોલકત્તા નાઇટ રાઇડર્સ ચેમ્પિયન બન્યું હતું. આ પહેલા 2012માં તે ચેમ્પિયન બન્યું હતું.

5 / 7
આ મામલામાં બીજા સ્થાન પર મહેન્દ્ર સિંહ ધોની છે. તે આઇપીએલ 2014 માં ચેન્નઇ સુપર કિંગ્સ માટે સતત 7 મેચ જીતવામાં સફળ રહ્યો હતો. જો ત્રણ મેચ વધુ જીતી લીધી હોત તો ગંભીરના રેકોર્ડની બરાબરી થઇ હોત.

6 / 7
જો ટીમની દ્રષ્ટિએ વાત કરીએ તો કેકેઆર પછી બીજા સ્થાન પર પંજાબ કિંગ્સ છે. પંજાબે આઇપીએલ ઇતિહાસમાં સતત 8 મેચ જીતી છે.  2013માં ડેવિડ હસીના નેતૃત્વમાં ગ્રુપ સ્ટેજની અંતિમ ત્રણ મેચ પંજાબે જીતી હતી.

7 / 7
આ પછી 2014માં જોર્જ બેલીના નેતૃત્વમાં આ ટીમ સતત 5 મેચ જીતવામાં સફળ રહી હતી. જો કેપ્ટનની દ્રષ્ટીએ વાત કરીએ આ રેકોર્ડમાં ગંભીર પછી ધોનીનું નામ આવે છે. બે વર્ષના બેન છતા ધોનીની ચેન્નઇ સુપર કિંગ્સ આઇપીએલની સૌથી સફળ ટીમમાંથી એક છે.

Next Photo Gallery