
ત્યારે અંદાજે સવા કરોડની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસનો માસ્ટર માઈન્ડ અભિષેક રત્નમ હતો, જેણે બેંક અધિકારીઓના પાસવર્ડનો દુરુપયોગ કર્યો હતો અને નકલી એકાઉન્ટ દ્વારા ઉચાપત કરી હતી.

હવે કોર્ટે વિનય ઓઝા સિવાય અભિષેક રત્નમને 10 વર્ષની જેલ અને 80 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઘનરાજ પવાર અને લખન હિંગવેને પણ 7-7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાએ વર્ષ 2021ની શરુઆતમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ઈન્ટરનેશનલ કરિયર દરમિયાન ટીમ ઈન્ડિયા માટે 1 ટેસ્ટ, 1 વનડે અને 2 ટી20 મેચ રમી છે.

આ દરમિયાન ટેસ્ટમાં તેમણે 56 રન, વનડેમાં 1 રન અને ટી20માં 12 રન બનાવ્યા છે. તો ફર્સ્ટ ક્લાક ક્રિકેટમાં તેમણે 22 સદીની સાથે કુલ 9753 રન બનાવ્યા છે. લિસ્ટ એમાં પણ તેના નામે 4278 રન છે.આ સાથે 9 સદી પણ સામેલ છે, આ સિવાય ટી20માં પણ તેમણે 2972 રન બનાવ્યા છે.