
ન્યુઝીલેન્ડનો ફાસ્ટ બોલર કાઈલ જેમીસન વર્તમાન સમયનો સૌથી લાંબો ક્રિકેટર છે. જેમીસનની ઉંચાઈ 6 ફૂટ અને 8 ઈંચ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂકેલા જેમિસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100થી વધુ વિકેટ ઝડપી છે.

પેસ, સ્વિંગ, બાઉન્ડ અને હાઈટ આ બધાનો અદભૂત સમન્વય એટલે વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ફાસ્ટ બોલર કર્ટલી એમ્બ્રોઝ. વેસ્ટ ઈન્ડિઝના આ ઘાતક બોલરની ઊંચાઈ 6 ફૂટ 7 ઈંચ હતી. આ બોલરમાં પોતાના ખતરનાક બાઉન્સરથી બેટ્સમેનોના હાડકાં તોડી નાખવાની ક્ષમતા હતી. એમ્બ્રોસે 630 વિકેટ ઝડપી છે. કર્ટલી એમ્બ્રોઝ ક્રિકેટ ઈતિહાસનો સૌથી ખતરનાક ફાસ્ટ બોલર છે.
Published On - 7:55 pm, Wed, 25 September 24