FIFA World Cup: બ્રાઝીલને જીત મેળવીને પણ લાગ્યો મોટો ઝટકો, મોટી મેચમાંથી બહાર થઈ ગયો સુપરસ્ટાર નેમાર

|

Nov 26, 2022 | 8:01 AM

બ્રાઝિલે પોતાની પ્રથમ મેચમાં સર્બિયાને 2-0થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ તે જ મેચમાં નેમારની ઈજાના રૂપમાં તેને મોટો આંચકો લાગ્યો હતો.

1 / 6
પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલે ફિફા વર્લ્ડ કપ 2022માં જોરદાર શરૂઆત કરી છે. બ્રાઝિલે તેની પ્રથમ મેચમાં સર્બિયાને હરાવીને ખાતું ખોલ્યું હતું. જોકે, સ્ટાર ફોરવર્ડ નેમાર જુનિયરની ઈજાને કારણે તેની ખુશીને મોટો ઝટકો લાગ્યો છે, જે હવે ટુર્નામેન્ટમાં આગામી મેચ રમી શકશે નહીં.

2 / 6
નેમારને 24 નવેમ્બર, ગુરુવારે સર્બિયા સામેની મેચની અંતિમ ક્ષણોમાં તેના જમણા પગના ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે તેણે મેચ પુરી થાય તે પહેલા જ મેદાન છોડવું પડ્યું હતું.

3 / 6
હવે શુક્રવાર, 25 નવેમ્બરના રોજ, બ્રાઝિલના ફિઝિયો રોડ્રિગો લાસ્મારે કહ્યું કે તેના જમણા પગના ઘૂંટણના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને ઈજાને કારણે તે 28 નવેમ્બર, સોમવારે સ્વિટ્ઝર્લેન્ડ સામે બીજા ગ્રુપ સ્ટેજની મેચમાં રમી શકશે નહીં.

4 / 6
જો કે, આગામી મેચમાં જ નહીં પરંતુ ગ્રુપ સ્ટેજની ત્રીજી મેચમાં પણ તેના રમવા અંગે શંકા છે અને મેડિકલ ટીમ કોઈપણ પ્રકારની ઉતાવળ બતાવવા માંગતી નથી. નેમાર સિવાય ટીમના રાઈટ બેક ડેનિલોને ડાબા પગના ઘૂંટણમાં ઈજા છે અને તે પણ બીજી મેચ રમી શકશે નહીં.

5 / 6
બીજા હાફમાં રિચાર્લિસનના બે શાનદાર ગોલના આધારે બ્રાઝિલે સર્બિયાને 2-0થી હરાવ્યું હતું. આ મેચમાં નેમાર વિરોધી ખેલાડીઓના નિશાના પર હતો અને તે 9 વખત ફાઉલ થયો હતો.

6 / 6
30 વર્ષીય નેમારે બ્રાઝિલને 2013 કોન્ફેડરેશન કપ અને 2016 રિયો ડી જાનેરો ગેમ્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે તે હજુ સુધી વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યો નથી. તેમજ બ્રાઝિલ માટે 75 ગોલ કરનાર નેમાર પોતાના દેશ માટે સૌથી વધુ ગોલ કરવાના મહાન સ્ટ્રાઈકર પેલેના રેકોર્ડથી બે ગોલ પાછળ છે.

Next Photo Gallery