
કપિલ દેવે કહ્યું, ' આ ખેલાડીઓની સારી વાત એ છે કે તેઓ ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. નકારાત્મક બાબત એ છે કે તેઓ વિચારે છે કે તેઓ બધું જ જાણે છે.તેઓ વિચારે છે કે 'તમારે કોઈને પૂછવાની જરૂર નથી'.

તેમણે આગળ કહ્યું, 'ક્યારેક જ્યારે ખૂબ પૈસા હોય છે ત્યારે ઘમંડ આવે છે. આ ક્રિકેટરોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે. હું કહીશ કે ઘણા એવા ક્રિકેટરો છે જેમને મદદની જરૂર છે. સુનીલ ગાવસ્કર હોય ત્યારે તમે કેમ વાત નથી કરી શકતા? અહંકાર ક્યાં છે? તેમનામાં એવો કોઈ અહંકાર નથી.
Published On - 8:25 am, Mon, 31 July 23