
જણાવી દઈએ કે એવિન લુઈસ વર્તમાન સમયમાં સૌથી ખતરનાક બેટ્સમેનમાંથી એક છે. એવિન લુઈસે આ વર્ષે T20 માં 82 સિક્સર ફટકારી છે. સૌથી વધુ છગ્ગા મારવાના મામલે એવિન લુઈસ ત્રીજા નંબર પર છે. લુઈસની જબરદસ્ત પાવર હિટિંગ તેને IPL જેવી મોટી લીગમાં પણ જગ્યા મળે છે, જેના કારણે તે કરોડોની કમાણી કરી રહ્યો છે.

લુઈસની જબરદસ્ત પાવર હિટિંગ તેને IPL જેવી મોટી લીગમાં પણ જગ્યા આપે છે, જેના કારણે તે કરોડોની કમાણી કરી રહ્યો છે. IPL 2021 માં તેણે 162.36ની સ્ટ્રાઇક રેટ થી બેટીંગ કરી હતી. જોકે તે સિઝનમાં માત્ર 5 જ મેચ રમ્યો હતો.

IPLમાં રાજસ્થાન રોયલ્સ ટીમમાંથી 2018, 2019 અને 2021માં રમીને તેણે 581 રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેણે 33 છગ્ગા ફટકાર્યા હતા. જેમાં સૌથી વધુ છગ્ગા તેણે 2018ની સિઝનમાં નોંધાવ્યા હતા.