6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર, આ ખેલાડીએ ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું

|

Nov 14, 2022 | 10:54 AM

યુવા ઓલરાઉન્ડર સેમ કુરન (Sam curran)ગયા વર્ષે IPL દરમિયાન થયેલી ઈજાને કારણે વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો અને હવે ઈંગ્લેન્ડ 13 વિકેટ લઈને વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે.

1 / 5
ઇંગ્લેન્ડે આખરે સાબિત કરી દીધું છે કે, તેઓ હાલમાં મર્યાદિત ઓવરોમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમ કેમ છે. ઑસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું, દરેક અપેક્ષાઓ પૂરી કરી. ઈંગ્લેન્ડની આ ટાઈટલ જીતનો સ્ટાર ખેલાડી હતો, જે ઈજાના કારણે ગયા વર્ષે વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. (Photo: AFP)

2 / 5
ઈંગ્લેન્ડનો ડાબોડી ઓલરાઉન્ડર સેમ કરન ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ જીતનો હીરો સાબિત થયો હતો. આ ફાસ્ટ બોલરે ફાઈનલમાં પાકિસ્તાન વિરુદ્દ માત્ર 12 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ અને મોહમ્મદ નવાઝને પોતાનો શિકાર બનાવ્યો હતો.(Photo: AFP)

3 / 5
ફાઈનલમાં આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ આખા વર્લ્ડ કપમાં સૈમ કરન બોલથી શાનદાર પ્રદર્શન કર્યું અને  13 વિકેટની  સાથે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.(Photo: AFP)

4 / 5
સૈમ કરને વર્લ્ડકપમાં સૌથી શાનદાર બોલિંગનું પ્રદર્શન પણ કર્યું, અફધાનિસ્તાન વિરુદ્ધ કરને માત્ર 10 રન આપી 5 વિકેટ લીધી હતી. કરને આ આખા વર્લ્ડકપમાં છેલ્લી ઓવરમાં  ઈંગ્લેન્ડ માટે માત્ર આર્થિક બોલિંગ જ નહોતો કરતો પણ વિકેટ પણ લેતો હતો.(Photo: AFP)

5 / 5
કરન માટે અહિ સુધી પહોંચવું આટલું સરળ ન હતું કારણ કે, ગયા વર્ષે  ઈજાને કારણે ટી 20 વર્લ્ડકપમાં રમી શક્યો ન હતી તે ટૂર્નામેન્ટમાં તે ઈંગ્લેન્ડની ચેનલ માટે કોમેન્ટ્રી કરી રહ્યો હતો. કરને અંદાજે 6-7 મહિના સુધી મેદાનથી દુર રહ્યા બાદ મે મહિનામાં સ્થાનિક ક્રિકેટ માંથી વાપસી કરી હતી અને હવે ઈંગ્લેન્ડને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો હતો. (Photo: AFP)

Next Photo Gallery