
કોઈ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ હોય અને તેમાં ભારત-પાકિસ્તાનની ટીમની ટક્કર હોય તો તે ફાઈનલ મેચ યાદગાર બની જશે. આજે શ્રીલંકામાં ચાલી રહેલા ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલ મેચમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થશે.

મેજબાન ટીમ શ્રીલંકાને હરાવીને પાકિસ્તાનની ટીમે ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. જ્યારે ભારતીય ટીમ , બાંગ્લાદેશને હરાવીને ઈમર્જિંગ એશિયા કપની ફાઈનલમાં પહોંચી હતી.

બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ 23 જુલાઈ, રવિવારે રમાશે. ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની ફાઇનલ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ભારત A vs પાકિસ્તાન A વચ્ચેની ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.

ભારત A વિ પાકિસ્તાન A ફાઇનલ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમે આ મેચને ફેનકોડ એપ્લિકેશન અને વેબસાઇટ પર ઑનલાઇન જોઈ શકો છો. ટીવી9 ગુજરાતી પર તમે મેચ અંગેના સમાચાર વાંચી શકો છો.