
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બુધવાર, 10 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે તમિલનાડુનો અનુભવી કીપર-બેટ્સમેન કાર્તિક આ શ્રેણીના શરૂઆતના દિવસોમાં ઈંગ્લેન્ડ લાયન્સ સાથે બેટિંગ સલાહકાર તરીકે જોડાશે. (Photo: PTI)

કાર્તિકને ભારતીય પીચોનો ઘણો અનુભવ છે જેથી તેના દ્વારા આપવામાં આવેલી ટિપ્સ ઈંગ્લેન્ડ લાયન્સના બેટ્સમેનો માટે ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારત Aને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, જો ટેસ્ટ સિરીઝ દરમિયાન કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે તો ઈંગ્લેન્ડની ટીમ લાયન્સમાંથી કોઈપણ બેટ્સમેનને પણ બોલાવી શકે છે અને આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડને તેનો ફાયદો થઈ શકે છે. (Photo: PTI)