
જો કે ધનશ્રીએ ન તો ચહલનું નામ લીધું કે ન તો તેના છૂટાછેડાની અફવાઓને નકારી કે પુષ્ટિ કરી, તેણે કહ્યું કે સત્ય તેની જગ્યાએ મક્કમપણે ઊભું રહેશે. ધનશ્રીએ લખ્યું, “મેં મારા સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારા મૂલ્યો સાથે આગળ વધવાનું પસંદ કર્યું છે. કોઈપણ પુરાવા વગર પણ સત્ય તેની જગ્યાએ મક્કમ રહે છે. ઓમ નમઃ શિવાય."

ધનશ્રી અને ચહલના લગ્ન 2020માં થયા હતા. કોરોના વાયરસના કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. ધનશ્રી, વ્યવસાયે ડોક્ટર છે, તેણે પોતાનો ડાન્સ ક્લાસ પણ ચલાવ્યો હતો, જ્યાં ચહલે તેનો સંપર્ક કર્યો હતો. અહીંથી જ તેમનો પ્રેમ ખીલ્યો અને પછી બંનેએ ઓગસ્ટ 2020માં સગાઈ કરી લીધી, ત્યારબાદ તે જ વર્ષે ડિસેમ્બરમાં બંનેએ લગ્ન પણ કર્યા.

હાલમાં જ બંનેના લગ્નને 4 વર્ષ થઈ ગયા હતા પરંતુ બંનેમાંથી કોઈએ સોશિયલ મીડિયા પર એકબીજા માટે કોઈ પ્રકારની પોસ્ટ કરી ન હતી, જ્યારે છેલ્લી એનિવર્સરી પર બંનેએ ખાસ પોસ્ટ કરી હતી. આ કારણે, ચાહકોને તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હોવાની ચર્ચા કરી રહ્યા છે. (All Photo Credit : X / INSTAGRAM)
Published On - 10:25 pm, Wed, 8 January 25