
11 ફેબ્રુઆરી શનિવારના રોજ રમાયેલી આ મેચમાં કર્ણાટક માટે પડિક્કલ ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા સિરીઝનો તમામ ગુસ્સો ઠાલવ્યો હતો. પડિકલે માત્ર 92 બોલમાં સદી ફટકારી હતી. તેણે 99 બોલમાં 102 રનની ઈનિંગ રમી હતી. પડિકલે તેની ઈનિંગમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

દેવદત્ત પડિકલને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પર્થ ટેસ્ટમાં રમવાની તક મળી હતી. આ મેચમાં તે તકોનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો અને પ્રથમ દાવમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો જ્યારે બીજી ઈનિંગમાં માત્ર 25 રન જ બનાવી શક્યો હતો. ત્યારપછી કેપ્ટન રોહિત શર્માની વાપસી થઈ અને પડિકલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. (All Photo Credit : PTI / ESPN)
Published On - 6:40 pm, Sat, 11 January 25