
દીપકના લગ્નની તસવીર શેર કરતા રાહુલ ચહરે તેના ભાઈ ભાભી માટે ખાસ પોસ્ટ લખી હતી. તેણે લખ્યું, 'તમારા લગ્ન માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અદ્ભુત દામ્પત્ય જીવન. ઘણો પ્રેમ'

ગયા વર્ષે UAEમાં IPLના બીજા તબક્કાની મેચ દરમિયાન દીપકે તેની ગર્લફ્રેન્ડ જયાને સ્ટેડિયમમાં પ્રપોઝ કર્યું હતું. આ પહેલા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. દીપક પ્લેઓફ બાદ પ્રપોઝ કરવા માંગતો હતો પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના કહેવાથી તેણે પ્લેઓફ પહેલા જયાને પ્રપોઝ કર્યું હતું.