ફાફ ડુ પ્લેસિસ ફરીથી ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો બન્યો, રાશિદ ખાન મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો

|

Aug 11, 2022 | 5:31 PM

IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ચેમ્પિયન બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને છોડી દીધો હતો. ડુ પ્લેસિસ 15મી સિઝનમાં RCBનો કેપ્ટન બન્યો અને ટીમને પ્લેઓફમાં લઈ ગયો. પરંતુ હવે ફરી એકવાર ફાફ ડુ પ્લેસિસ ચેન્નાઈ સુપર કિંગ્સમાં વાપસી કરી રહ્યો છે.

1 / 5
IPL 2022 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના ચેમ્પિયન બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસને છોડી દીધો હતો. ડુ પ્લેસિસ 15મી સિઝનમાં RCBનો કેપ્ટન બન્યો અને ટીમને પ્લેઓફમાં લઈ ગયો. પરંતુ હવે ફરી એકવાર ફાફ ડુ પ્લેસિસ ચેન્નાઈ સુપર કિંગ્સમાં વાપસી કરી રહ્યો છે. આશ્ચર્ય પામશો નહીં...ખરેખર ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે CSA T20 લીગ માટે ડુ પ્લેસિસ સાથે જોડાણ કર્યું છે, IPL માટે નહીં.

2 / 5
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ડુ પ્લેસિસને ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે પોતાનો માર્કી પ્લેયર બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે આગામી વર્ષથી શરૂ થનારી ક્રિકેટ સાઉથ આફ્રિકા T20 લીગની તમામ 6 ટીમોની માલિકી IPL ટીમો પાસે છે.

3 / 5
CSA T20 લીગમાં એક મોટું પગલું ભરતા મુંબઈ ઈન્ડિયન્સે રાશિદ ખાનને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મુંબઈએ પોતાની ટીમમાં વધુ ત્રણ આકર્ષક ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે લિયામ લિવિંગ્સ્ટન, કાગિસો રબાડા અને સેમ કુરાનનો પણ ટીમમાં સમાવેશ કર્યો છે.

4 / 5
દિલ્હી કેપિટલ્સે એનરિક નોરખિયાને તેમના માર્કી પ્લેયર તરીકે પસંદ કર્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદે એઇડન માર્કરામને પોતાનો માર્કી પ્લેયર બનાવ્યો છે. રાજસ્થાન રોયલ્સે જોસ બટલર અને લખનૌ સુપરજાયન્ટ્સને તેમના માર્કી પ્લેયર તરીકે પસંદ કર્યા છે.

5 / 5
CSA T20 લીગમાં દરેક ટીમને વધુમાં વધુ પાંચ ખેલાડીઓ પસંદ કરવાનો વિકલ્પ હતો. હવે હરાજીમાં અન્ય ખેલાડીઓને ખરીદવામાં આવશે. દરેક ટીમે 10 દક્ષિણ આફ્રિકા અને 7 વિદેશી ખેલાડીઓની પસંદગી કરવાની રહેશે. પ્લેઈંગ ઈલેવનમાં 7 દક્ષિણ આફ્રિકાના અને 4 વિદેશી ખેલાડીઓ હશે.

Published On - 5:31 pm, Thu, 11 August 22

Next Photo Gallery