
વિશ્વ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી ચપળ વિકેટ કીપર અને સફળ બેટ્સમેન જોની બેરસ્ટો મેદાનમાં તેના લડાયક મિજાજ અને દમદાર બેટિંગની સાથે સ્માર્ટ કીપિંગ માટે પ્રખ્યાત છે.

જોની બેરસ્ટો લાંબા સમયથી ઈંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. બેરસ્ટો ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડના ટોપના બેસ્ટમેનોમાં સામેલ છે.

જોની બેરસ્ટોએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 264 મેચો રમી છે અને 11002 રન બનાવ્યા છે. જેમાં કુલ 23 સદી અને 51 ફિફ્ટી સામેલ છે.

જોની બેરસ્ટોએ ત્રણેય ફોર્મેટમાં 1240 ફોર અને 207 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી જોની બેરસ્ટો 6202 રન બનાવ્યા છે.

જોની બેરસ્ટોએ ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 4800 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 96 KM દોડ્યો છે.