ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : બાંગ્લાદેશનો સ્ટાર ઓલરાઉન્ડ અને કેપ્ટન શાકિબ અલ હસન રનિંગ કરી 7629 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

|

Oct 12, 2023 | 2:20 PM

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડ શાકિબ અલ હસન. શાકિબ અલ હસન બાંગ્લાદેશ ક્રિકેટ ઈતિહાસનો સૌથી સફળ અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. છેલ્લા દશકમાં બાંગદેશ તરફથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમાનાર ખેલાડી અને સૌથી સફળ કેપ્ટન. બાંગ્લાદેશ ક્રિકેટમાં શાકિબનું યોગદાન સૌથી મોટું છે.

1 / 5
શાકિબ અલ હસન બાંગ્લાદેશ ક્રિકેટનો ચહેરો છે. શાકિબ 500 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર પ્રથમ બાંગ્લાદેશી બોલર છે. ટેસ્ટમાં શાકિબ 200 વિકેટ લેનાર પ્રથમ બાંગ્લાદેશી બોલર છે. શાકિબ ટેસ્ટ, ODI અને T20 ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે.

2 / 5
શાકિબ અલ હસન વનડેમાં 4000 રન બનાવનાર પ્રથમ બાંગ્લાદેશી ક્રિકેટર અને 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર માત્ર બીજો બાંગ્લાદેશી બેટ્સમેન છે. સાથે જ તે બાંગ્લાદેશ માટે તમામ ફોર્મેટમાં (12,070 રન) ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.

3 / 5
શાકિબ અલ હસને આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 425 મેચો રમી છે અને 14235 રન બનાવ્યા છે. જેમાં કુલ 14 સદી અને 98 ફિફ્ટી સામેલ છે.

4 / 5
શાકિબ અલ હસને ત્રણેય ફોર્મેટમાં 1461 ફોર અને 127 સિક્સર ફટકારી છે. જેમાં બાઉન્ડ્રીથી શાકિબ અલ હસને 6606 રન બનાવ્યા છે.

5 / 5
શાકિબ અલ હસને  ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 7629 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 153 KM દોડ્યો છે.

Next Photo Gallery