
વિરાટ કોહલીએ કેટલી કલાકની ઉંઘ લીધી છે.આ બેન્ડ વિરાટની શારીરિક પ્રવૃત્તિ, ઊંઘની ગુણવત્તા અને માનસિક સ્વાસ્થ્ય પર નજર રાખે છે.વર્લ્ડકપની સેમિફાઈનલમાં વિરાટ કોહલીએ હાથ પર બૅન્ડ પહેરી હતી ત્યારે સૌનું ધ્યાન આ બૅન્ડ પર પડ્યું હતુ.

આ બૅન્ડ તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ વિશે ઘણી બધી માહિતી આપતું રહે છે. વિરાટ કોહલી સિવાય અન્ય ઘણા ખેલાડીઓ પણ આ બૅન્ડ પહેરેલા જોવા મળે છે. માત્ર ક્રિકેટની દુનિયામાં જ નહીં પરંતુ ઘણા ફૂટબોલ ખેલાડીઓ પણ તેને પહેરતા જોવા મળ્યા છે.