
એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, સ્મૃતિએ રાહુલ દ્રવિડ દ્વારા ભેટમાં આપેલા બેટથી ડેબ્યૂ કર્યું હતુ. સ્મૃતિ મંધાનાનો ભાઈ શ્રવણ રાહુલને મળ્યો હતો. તેણે પૂર્વ ખેલાડી પાસે તેનું બેટ માંગ્યું હતું. મંધાનાએ પોતાની ડેબ્યૂ મેચ આ બેટથી રમી હતી.

શરૂઆતના પાંચ વર્ષ પછી, તેણીને 2018 માં ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર અને મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. સ્મૃતિએ બે ટેસ્ટ મેચ રમી છે અને એક અડધી સદી ફટકારી છે. તે જ સમયે, તેણીએ 41 વનડેમાં 3 સદી અને 11 અડધી સદી સાથે 1,464 રન બનાવ્યા છે.